મોરબીના સામાકાંઠે વાહન અથડાતા નટરાજ ફાટક તૂટયુ : ટ્રાફિક જામ

- text


રેલવે તંત્રએ તાકીદે તૂટેલા ફાટકનું સમારકામ હાથ ધર્યુ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા નટરાજ ફાટક કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી તૂટી ગયું હતું.ફાટક તૂટતા ખાસ્સો સમય સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.આ બનાવને પગલે રેલવે તંત્રએ ફાટકની મરમત હાથ ધરી હતી.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના સમયે મોરબીના સામાકાંઠે આવેલ નટરાજ ફાટક કોઈ અજાણ્યા વાહનની ટકકરથી ધડાકાભેર તૂટી ગયું હતું.જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.પરંતુ ફાટક તૂટી જતા સલામતીના ભાગ રૂપે ફાટક બંધ કરી દેવામાં આવી હતી.તેથી નટરાજ ફાટકથી મોરબી જવા માટેનો ટ્રાફિક ખોરવાયો હતો.જોકે ઘણા વાહન ચાલકોને નીચેના કોઝવે તરફથી પસાર થવું પડ્યું હતું.બાદમાં રેલવે તંત્રે તાકીદે ફાટકની મરમત શરૂ કરી હતી.

- text