મોરબી : નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા મોરબી થી માટેલ સુધીની પદયાત્રાનું આયોજન આજે રાત્રે કરવામાં આવ્યું છે. આ પદયાત્રા ખોડિયાર માતાજીના રથને સંગાથે યોજવામાં આવી છે. બુધવારે રાત્રે ૯:૩૦ કલાકે આઈ શ્રી ખોડિયાર મંદિર, દરબાર ગઢ ચોંક, મોરબી ખાતેથી રથ સાથેની પદયાત્રાનું પ્રસ્થાન થશે. ગુરુવારે ધુળેટીના દિવસે માટેલ ધામના દર્શન કરવાનો અમૂલ્ય લ્હાવો લેવા આ પદયાત્રામાં સામેલ થવા નવાડેલા રોડ મિત્ર મંડળે ધર્મપ્રેમી જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે. વધુ માહિતી માટે મો.નં ૯૮૨૫૬ ૨૦૪૧૨ તેમજ ૯૮૨૫૨ ૩૩૮૯૯ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en