મોરબી : મોરબીના ઉદ્યોગપતિનું આજે વિરમગામ નજીક અકસ્માત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ ઉદ્યોગપતિન હાલ સારવારમાં હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઉદ્યોગપતિ વિનોદભાઈ તોમર સેલજા સીરામીકની કાર નં. જીજે ૩૬ એફ ૪૭૭૮ લઈને જતા હતા. તે વેળાએ વિરમગામ નજીક તેઓની કારને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં તેઓને ઇજાઓ પહોંચી હોવાના કારણે હાલ તેઓને સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.