૨૦૦૫માં મેણા - ટોણા મારી કાઢી મૂક્યા બાદ ૧૫ વર્ષે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ મોરબી : હળવદની પરણીતાંને પતિ સહિતના સાસરિયાએ મેણા - ટોણા મારી વર્ષ ૨૦૦૫ માં ઘર બહાર કાઢી મુક્યાં બાદ ૧૫ વર્ષ બાદ આ મામલે પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ ભાવનાબેન ગીરીશભાઇ હરીદાસ કિલાવત, ઉ.વ.૩૭ ધંધો-ઘરકામ રહે. ઘનશ્યામપુર ગૌરી તા.હળવદ જી. મોરબી રહે.- હાલ.- લેખમ્બા તા.સાણંદ જિલ્લો.અમદાવાદ વાળાએ તેમના પતિ ગીરીશભાઇ હરીદાસ કિલાવત, કાકીજી સાસુ પદમાબેન રમેશભાઇ તથા કાકાજી રમેશભાઇ રતનદાસ , અને દિવ્યાબેન હસમુખભાઇ , હસમુખભાઇ રતનદાસ રહે. બધા ઘનશ્યામપુર તા.હળવદ જી. મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૫માં ઘરેથી પહેર્યે કપડે કાઢી મુક્યા બાદ આજદિન સુધી દીન સુધી નાની નાની બાબતમાં મેણા-ટોણા મારી શારીરીક માનસીક દુ:ખ-ત્રાસ આપી ફરી.ના પતિને ચડામણી કરી સને-૨૦૦૫ ની સાલમાં તમામ આરોપીઓએ ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકી ગુન્હામાં એકબીજાએ મદદ ગારી કરી ગુન્હો કરતા આ મામલે તમામ વિરુદ્ધ પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.