ટુંક સમયમાં મોરબી શહેર ઉપરનું સોન્ગ પણ રિલીઝ કરાશે મોરબી : મોરબીના એક સંગીતકારે પોતાના બેન્ડ સાથે મળીને પુલવામાં ખાતેના હુમલામાં શહીદ થયેલા સૈનિકોની સ્મૃતિમાં એક અદભુત સોન્ગ તૈયાર કર્યું છે. આ સોન્ગ તેઓએ યુટ્યુબમાં પણ અપલોડ કર્યું છે. https://www.youtube.com/watch?v=OFIeA8zZaMI&feature=youtu.be મોરબીના ડો. હર્ષવર્ધન ગઢવી પોતાના અમદાવાદ રહેતા મિત્રો હાર્દિક ગોહિલ અને પાર્થ પટાડિયા સાથે મળીને તાંડવમ બેન્ડ ચલાવે છે. આ બેન્ડ દ્વારા પુલવામાં ખાતે થયેલા હુમલાના શહીદોની સ્મૃતિમાં રોશની નામનું એક અદભુત સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. જે યુટ્યુબમાં પણ અપલોડ કરવામાં આવ્યું છે. આ સોન્ગ અંગે મોરબીના ડો. હર્ષવર્ધન ગઢવીએ જણાવ્યું કે ભારતીય સેનાનો જુસ્સો વધારવા તેઓ દ્વારા આ સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. હાલ તેઓ દ્વારા મોરબી શહેર ઉપર પણ એક સોન્ગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવનાર છે મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en