સીરામીક એકમોને ધડા-ધડ ઓનલાઇન નોટિસ ફાટકારતું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બે દિવસ સુધી ચાલશે નોટિસો ઇસ્યુ કરવાની કામગીરી મોરબી : મોરબીના ૯૨૫ સીરામીક એકમોને ગેસીફાયર બંધ કરાવવા માટે જીપીસીબી દ્વારા ઓનલાઈન નોટિસો ઇસ્યુ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. નોટીસ ઇસ્યુ કરવાની આ પ્રક્રિયા અંદાજે બે દિવસ સુધી ચાલવાની છે. આ નોટિસમાં સીરામીક એકમોને ગેસીફાયર બંધ કરવા માટે ૭ દિવસનો ટાઈમ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના સીરામીક એકમોમાં વપરાતા ગેસીફાયર બંધ કરવાનો એનજીટીએ આદેશ આપ્યો છે. ત્યારે આ આદેશની અમલવારી જીપીસીબીએ કરવાની રહે છે. જેના પગલે જીપીસીબીએ તમામ ૯૨૫ સીરામીક એકમોને ઓનલાઈન નોટિસ ઇસ્યુ કરવાનું શરૂ કર્યું છે. જેમાં ગેસીફાયરનો વપરાશ કરતા હોય તેવા સીરામીક એકમોને ગેસીફાયર બંધ કરવા માટે સુરક્ષાને ધ્યાને લઈને ૭ દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે. જીપીસીબીએ કુલ ૬ વ્યક્તિની ટીમ બનાવીને ઓનલાઈન નોટિસ ઇસ્યુ કરવાની પ્રક્રિયા આરંભી છે. જે અંદાજે બે થી ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જશે. આ અંગે જીપીસીબીના અધિકારી કાપડીયાએ જણાવ્યું હતું કે અગાઉ સીરામીક એસોસિએશનના પ્રમુખોને ઓનલાઈન નોટિસ આપી એસોસિએશનના સભ્યોને આ મામલે માહિતગાર કરવાનું જણાવાયું હતું. આ સાથે ન્યૂઝ પેપરમાં ગેસીફાયર બંધ કરવાની સભ્ય સચિવની સૂચનાની નોટિસ પણ આપવામાં આવી છે. જીપીસીબીએ સિરામીક એકમોને ગેસીફાયર બંધ કરીને નેચરલ ગેસનો ઉપયોગ કરવાની ઓનલાઈન નોટિસો આપવાનું શરૂ કર્યું છે. ગેસીફાયર ઠંડુ થઈ જાય તેને ધ્યાને લઈને સુરક્ષાની દ્રષ્ટિએ એકમોને ૭ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન સીરામીક એકમોએ ડીસમેન્ટલ કરીને ફોટોગ્રાફ સાથે સબમિટ કરાવવાનુ રહેશે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en