ધૂન સાથે ધુળેટીની પણ ઉજવણી કરવામાં આવશે મોરબી: મોરબીના નવલખી રોડ પરના પીપળીયા ગામે તા.૧૫ને શુક્રવારથી તા. ૨૪ને રવિવાર સુધી દસ દિવસીય 'શ્રી રામ જય રામ જય જય રામ' ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં તા.૧૫ને શુક્રવારે ધૂનનો શુભારંભ તથા તા.૨૧ને ગુરુવારે ધામધૂમથી ધુળેટીનો ઉત્સવ ઉજવાશે અને તા.૨૪ને રવિવારે આ અખંડ ધૂનને વિરામ આપવામાં આવશે. આ અખંડ ધૂનનો લાભ લેવા માટે દૂર દૂરથી બહોળી સંખ્યામાં ભાવિકો પધારશે. આ ધૂન કાર્યક્રમમાં જોડાવા માટે લખા ભગત, સંજયભાઈ વી માણેક તથા સમસ્ત માણેક પરિવાર અને સમસ્ત ગ્રામજનોએ જનતાને અનુરોધ કર્યો છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en