મોરબી : શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા તાજેતરમાં શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદીર ખાતે લોહાણા સમાજના સેવાભાવી શ્રેષ્ઠીઓ ના સન્માન નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સમાજના જ્ઞાતિરત્નોનું બહુમાન કરવામાં આવ્યું હતું. નિર્મળા બેન કોટક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી લોહાણા મહાજનને અવિરત મળેલ સહયોગ બદલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓનુ સન્માન તે ઉપરાંત તાજેતરમા નોટરી તરીકે નિમણુંક પામેલા કુ. કાજલબેન ચંડીભમ્મર તથા ખુશ્બુ બેન બુધ્ધદેવ, મોરબી લોહાણા સમાજના જ્ઞાતીરત્ન એવા જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર જય જીતેન્દ્ર ભાઈ રાચ્છ તેમજ શ્રી રઘુવીર પ્રાર્થના હોલ, શ્રી જલીયાણેશ્વર મહાદેવ, સાંઈ બાબા મંદીર નુ નિર્માણ કરનાર શ્રી જલારામ પ્રાર્થના મંદીર- શ્રી રઘુવીર સેના ના કાર્યકરો અને મોરબી નગરપાલીકાના ભુગર્ભ વિભાગના ચેરમેન ભાવીન ભાઈ ઘેલાણી તથા મોરબી નગર પાલીકાના કાઉન્સીલર્સ શ્રીમતિ સુરભીબેન મનિષ ભાઈ ભોજાણી તથા દીપક ભાઈ પોપટ સહીતના મહાનુભવોનુ અદકેરુંસન્માન કરવામાં આવ્યું હતું..આ કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા મહાજન- મોરબી ના પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીન ભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, ખજાનચી હરીશ ભાઈ રાજા,ઓડીટર ચંદ્રવદન ભાઈ પુજારા, કન્વીનર નિર્મિત કક્કડ જે.આઈ. પુજારા, અશોક ભાઈ પાવાગઢી, જીતુભાઈ પુજારાએ ભારે જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en