ડૉ. હસ્તી મહેતાએ બહોળી સંખ્યામાં દર્દીઓને તપાસી નિઃશુલ્ક દવા વિતરણ કર્યું મોરબી : સામા કાંઠે આવેલા મયુર બ્રિજ નીચે દર રવિવારે ભરાતી ગુજરી બજારમાં હજારોની સંખ્યામાં મોરબી તેમજ આસપાસના ગ્રામજનો કપડાં સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સસ્તા તેમજ વ્યાજબી ભાવે લેવા ઉમટી પડે છે ત્યારે મેળા જેવો માહોલ હોય છે. સ્વાભાવિક રીતે આવા સ્થળે ગરીબ તેમજ મધ્યમવર્ગની વિશેષ હાજરી હોય છે. ત્યારે તા.10ને રવિવારે સવારે 10 થી 12 વાગ્યા સુધી મોરબીના ડૉ. હસ્તી મહેતા દ્વારા બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે સારવાર તેમજ દવા વિતરણ અને નિદાન કરવામાં આવ્યું હતું. મૂળ મોરબીના અને હાલ સિકન્દ્રાબાદ ખાતે રહેતા પલ્લવીબેન વિજયભાઈ મહેતાના સૌજન્યથી આ. પ્રકારના નિઃશુલ્ક કેમ્પનું આયોજન નિયમિતપણે કરવામાં આવે છે. જેમાં ડૉ.હસ્તી મહેતા સેવા આપે છે. ડૉ. હસ્તી મહેતા સોમવાર થી શનિવાર સુધી સવારે 9:30 થી બપોરે 12 અને સાંજે 4:30 થી 7:30 સુધી ગ્રીન ચોંક, ગાંધી બજાર, કુબેરનાથ સામેની શેરી મોરબી ખાતે માત્ર પાંચ રુપિયાના ટોકન ચાર્જથી દર્દીઓનું નિદાન તેમજ દવા વિતરણ કરે છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en