ત્રણ પેપર મિલોમાં કરોડોની કરચોરી થયાનું ખુલતા તપાસનો ધમધમાટ મોરબી : મોરબીની ત્રણ પેપર મિલોમાં આઇ ટી.ની રેડ દરમ્યાન કરોડોની કરચોરી કરાતી હોવાનું બહાર આવ્યુ હતુ.પરંતુ ડિક્લોઝર કરવામાં આવ્યું નથી .પણ ડેટા એકત્ર કરીને ફરીથી રી સર્વે કરવાનો ધમધમાટ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. મોરબી આવકવેરા રેન્જ કચેરી દ્વારા તાજેતરમાં સોહમ, રાધેશ્યામ અને ધ્રુવ પેપર મિલમાં કરાયેલા સર્વેમાં કરોડોની ટેક્સ ચોરી બહાર આવ્યા બાદ કોઈ ડિક્લોઝર કરવામાં આવ્યું નથી.પરંતુ ત્રણ પેપર મિલોમાંથી થોકબંધ ડેટા કલેક કરવામાં આવ્યા છે. તેના આધારે એસેસમેન્ટની કામગીરી ચાલી રહી છે અને હવે ફરીથી રી સર્વેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણેય પેપર મિલોમાંથી મળેલા ડેટાની એનાલિસિસ કરાયા બાદ તેમાંથી પણ કરોડોની ડિમાન્ડ ઉભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સાથેસાથ તાજેતરમાં જ એડવાન્સ ટેક્સ ભરવા માટેનો છેલ્લો હપ્તો પણ પૂરો થઈ ગયો છે. તેમાં પણ પાછલા વર્ષમાં એડવાન્સ ટેક્સ ભર્યો હોય પણ આ વર્ષે ટેક્સ ભરપાઇ કરવાની દરકાર ન કરાય હોય તેવા લોકોને પણ સાણસામાં લેવામાં આવે તેવી સંભાવના હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en