વેતન વધારો અને કાયમી કરવા સહિતના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ કરી મોરબી : મોરબી જિલ્લામાં સરકારના સર્વે શિક્ષા અભિયાન હેઠળ ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓએ પડતર પ્રશ્ને કલેકટરને આવેદન આપ્યું હતું અને વેતન વધારો, કાયમી કરવા તથા સરકાર તરફથી મળવાપાત્ર તમામ લાભો સહિતના પ્રશ્નો ઉકેલવાની માંગ કરી હતી. મોરબી જિલ્લામાં સરકારના સર્વ શિક્ષા અભિયાન હેઠળ ફરજ બજાવતા 45 જેટલા કર્મચારીઓએ કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં 45 જેટલા કર્મચારીઓ સર્વ શિક્ષા અભિયાનનું કામ સુપરે નિભાવી રહ્યા છે. વર્ષ 2001 થી ડી.પી.ઇ.પી ના નામથી શરૂ થયા બાફ કેન્દ્ર સરકારના સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કાર્યરત છે અને 2001 થી જ સર્વ શિક્ષા અભિયાનના આ કરાર આધારિત કર્મચારીઓના પડતર પ્રશ્નો અધ્ધરતાલ રહ્યા છે.જેમાં સમાન કામ સમાન વેતન, જોબ સિક્યુરિટી તથા સરકાર તરકથી મળતા તમામ મળવાપાત્ર લાભોથી વંચિત છે. સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓના પગાર ખુબજ ઓછો છે.કેટલાક રાજયોમાં આવા કર્મચારીઓની કાયમી નિમણુક થઈ છે.તેથી ગુજરાતમાં પણ સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓને કાયમી નિમણુક આપવા તથા વેતન વધારા સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા માટે તેમના માધ્યમથી મુખ્યમંત્રી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en