મોરબી: શહેરના રવાપર રોડ પર આવેલા બોનીપાર્ક ખાતે આવતીકાલ તારીખ 9ને શનિવારે રાત્રે 8:30 કલાકે ગૌશાળાના લાભાર્થે ગોધવિયા પરિવાર દ્વારા પીઠડના પ્રસિદ્ધ રામામંડળ 'પીઠડાઈ ગૌસેવા રામામંડળ'ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીઠડાઈ રામામંડળ દ્વારા રામદેવપીરનું જીવનચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. આ કાર્યક્રમને માણવા માટે દેવકરણભાઈ ભવાનભાઈ ગોધવિયા, કમલેશભાઈ દેવકરણભાઈ ગોધવિયા, શૈલેષભાઇ દેવકરણભાઈ ગોધવિયા, અશ્વિનભાઈ દેવકરણભાઈ ગોધવિયા તથા સમગ્ર ગોધવિયા પરિવાર તરફથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en