લક્ષ્મીનગર ગામની મહિલાઓને સ્ત્રી સશક્તિકરણ વિષય પર માર્ગદર્શન અપાયું મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આજે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લક્ષ્મીનગર ગામના બહેનોને ડો. હેમાંગીબેન મહેતાએ મહિલા સશક્તિકરણ વિષય પર વિગતવાર માહિતી આપી હતી તેમાં તેમણે બહેનોને આર્થિક રીતે પગભર બનવાનું જ્ણાવ્યુ હતું. આ સાથે બહેનોને પેપર મેકિંગ ટ્રેનિંગ અંતર્ગત તે પોતે કાગળની હેન્ડ્લ બેગ, ડીશ, વાટકા, પેનસ્ટેન્ડ, ઘરેણાપેટી વગેરેનું ઉત્પાદન કર્યા બાદ માર્કેટીંગ કઈ રીતે કરવું તેના વિષે માહિતિ આપી તથા પોતાના નિર્ણયો જાતે લે અને તે પોલીટીકલ ક્ષેત્રે પણ આગળ આવે અને મહિલા સરપંચ બને તેના ગામ ને આગળ લઈ જાય તેવી પ્રેરણા આપેલ તથા આ ગામના બહેનોને આગળ આવવા માટે ઊદભવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યુ હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en