ત્રાજપર ચાર રસ્તા પાસે યુવાન પર છરીથી હુમલો મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગરમાં ગતરાત્રે બધડાટી બોલી ગઈ હતી.જેમાં ચાર યુવાનોને ઇજા થતાં આ ચારેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે ત્રાજપર ચાર રસ્તા પાસે એક યુવાન પર છરી વડે હુમલો થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ મારામારીના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરા નગરમાં ગતરાત્રે કોઈ બાબતે મારામારી થઈ હતી.પ્રાથમિક વિગતો મુજબ 15 જેટલા શખ્સો હુમલો કરતા ચાર યુવાનો ધવાયા હતા.જેમાં આ મારામારીમાં નરેન્દ્રભાઈ રાજુભાઇ સુરેલા ઉવ.18, રાજુભાઇ મગનભાઈ સુરેલા ઉ.વ.40, મનીષભાઈ રાજુભાઇ સુરેલા ઉ.વ.16, વેલજીભાઈ ગંગારામભાઈ વધેલા ઉ.વ.50 રહે ઇન્દિરાનગર મહેન્દ્રનગર વાળાઓને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે.જ્યારે યુનુસભાઈ ઇસ્માઇલભાઈ જૂણેજા ઉપર ત્રાજપર ચાર રસ્તા ઉપર છરીથી હુમલો થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ બી ડિવિઝનના આઈ. ટી.જામ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en