વડીલ પાસે એક્ટિવા જ નથી અને તેઓ રાજકોટ ગયા પણ નથી તેમ છતાં એક્ટિવાના ફોટાવાળો રાજકોટ પોલીસનો મેમો ઘરે આવ્યો!! માળિયા : માળિયાના એક વડીલને રાજકોટ ટ્રાફિક પોલીસે ખોટો મેમો ફટકાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે માળિયાના આ વડીલ પાસે એક્ટિવા છે જ નહીં, ઉપરાંત તેઓ રાજકોટ ગયા પણ નથી તેમ છતા તેઓને રાજકોટ પોલીસે એક્ટિવાના ફોટાવાળો મેમો ફટકારતા આશ્ચર્ય સર્જાયું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયામા રહેતા જુનેદભાઈ ઇશાભાઈ જેડાને રાજકોટ પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવ્યો છે. આ મેમોમાં એક્ટિવા પર મહિલા જતી દેખાય છે. મહિલાએ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાથી આ મેમો ફટકારવામાં આવ્યો છે.પરંતુ આ મેમો કોઈ ભૂલના કારણે જુનેદભાઈ ઇશાને ફટકારવામાં આવ્યો છે. હકીકતમાં જુનેદભાઈ પાસે એક્ટિવા છે જ નહીં. તેઓ પાસે વાહનમાં માત્ર બાઇક છે. મેમોમાં વાહનના નંબર જુનેદભાઈના બાઈકના જ હોવાનું જાણવા મળ્યું છે. જેના પરથી ફલિત થાય છે કે રાજકોટ પોલીસનો જવાન જ્યારે કેમેરા સામે ધ્યાન રાખવા બેઠો હશે ત્યારે કાયદાનું ઉલ્લંઘન કરતા આ એક્ટિવાના નંબર તેને નોટ ડાઉન કરવામાં ભૂલ કરી હશે. પરંતુ જો વાહન નંબર લખવામાં ભૂલ ન થઈ હોય તો એનો મતલબ એ થઈ શકે કે મહિલાના એક્ટિવાનો નંબર અને માળિયાના બાઈકનો નંબર સરખો છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en