મોરબી : મોરબીમાં અઢી વર્ષની માસુમ બાળકીનું સોફા પરથી પડી જવાથી નહિ પરંતુ તેની પાલક માતાએ લઘુશંકા કરવા જેવી સામાન્ય બાબતે ઢોર માર મારતા મોત થયાની આ માતૃત્વને શર્મશાર કરતી ઘટના બહાર આવ્યા બાદ પોલીસે બાળકીની હત્યારી માતાની ધરપકડ કરીને દોઢ દિવસના રિમાન્ડ પર લીધી હતી.આજે દોઢ દિવસના રિમાન્ડ પુરા થતા કોર્ટે આરોપી મહિલાને જેલહવાલે કરી છે. મોરબીના સામાકાંઠે ગેડાસર્કલ પાસે આવેલ વૃદાવન પાર્કમાં રહેતા મૂળ સુરતના વતની ધવલભાઈ ત્રિવેદીની અઢી વર્ષની માસુમ પુત્રી યશવીનું ગત તા 1ના રોજ ઘરે રમતા રમતા સોફા પરથી પડી જવાથી મોત થયાનું ધવલભાઈ ત્રિવેદી સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી બાળકીની પાલક માતા રશ્મિબેન દિવ્યેશભાઈએ પોલીસ સમક્ષ કહ્યું હતું.પરંતુ ફોરેન્સિક પીએમમાં આ બનાવ હત્યાનો હોવાના ભાંડાફોડ થયો હતો. સોફામાં પેશાબ કરવા જેવી સામાન્ય બાબતે પાલક માતાએ નિર્દયી બનીને માસુમ બાળાને ઢોરમાર મારતા મોત થયું હોવાનું ખુલ્યું હતું.બાદમાં હતભાગી બાળાની માતાએ આ પાલક માતા તથા પતિ અને જેઠ તેમજ સસરા સામે પોતાની પુત્રીની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે બાળાની પાલક માતાના ધરપકડ કરીને કોર્ટમાંથી દોઢ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રિમાન્ડ પુરા થતા કોર્ટમાં આરોપી મહિલાને રજૂ કરતા કોર્ટે તેને જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો.