મોરબી : હાલ સ્વાઇન ફલૂના કેસોમાં દિન પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે મોરબીના વૃદ્ધ અને મહિલાને પણ સ્વાઇન ફલૂ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. હાલ આ બન્ને દર્દીઓ રાજકોટ ખાતે સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરપુરમા રહેતા ૪૦ વર્ષના મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ હોવાનું નોંધાયું છે. હાલ તેઓને રાજકોટની પીડિયું હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સાથે મોરબી તાલુકાના ખારચિયા ગામના ૭૬ વર્ષના વૃદ્ધને પણ સ્વાઇન ફલુ પોઝિટિવ આવતા તેઓ પણ રાજકોટની સાર્થક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.