મોરબી : રવાપર તાલુકા શાળા ખાતે મોરબી પાટીદાર શિક્ષક સમાજની દ્વિતીય ચિંતન બેઠક યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં પાટીદાર શિક્ષકોના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોરબી તાલુકાના તમામ પાટીદાર શિક્ષકો માટે હું નહીં આપણેની ભાવનાને સાકાર કરવા માટે મોરબી પાટીદાર શિક્ષક સમાજની રચના થઈ છે. તમામ પાટીદાર શિક્ષકોની સંગઠનાત્મક ભાવનાને ઉજાગર કરવા માટે રચાયેલ આ સમાજ તેના હેતુ તરફ આગળ વધી રહ્યોં છે.આ બેઠક દરમ્યાન શિક્ષકોની નિઘી માટે પાટીદાર કલબને વિધિવત રીતે ખુલ્લી મુકવામાં આવી હતી.અશ્વિનભાઈ એરણિયાએ કલબ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી.આજની બેઠકના ભોજનના દાતા ધીરજલાલ જાકાસણીયા રહ્યાં હતા. આ તકે તેમનું રવાપર શાળાના શિક્ષક મુકેશભાઈ બરાસરા દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.પાટીદાર શિક્ષક સમાજના તમામ શિક્ષકોની ફોટા સાથેની ડિરેક્ટરી પ્રકાશીત કરવાનો નિર્ણય લેવાયો હતો.બેઠક દરમ્યાન સંગઠન ભાવનાને વિકસિત કરતા વિડીયો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.આ બેઠકને સફળ બનાવવા માટે પાટીદાર શિક્ષક સમાજના સંદીપભાઈ આદ્રોજાએ ભારે જહેમત ઉઠાવી હતી અને બહોળી સંખ્યામાં પાટીદાર શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા. હવે પછી મોરબી પાટીદાર શિક્ષક સમાજની તૃતિય ચિંતન બેઠક આગામી મેં માસના પ્રથમ શનિવારે મળશે. આ કાર્યક્રમ નું સફળ સંચાલન શૈલેષભાઇ ઝાલરીયા દ્વારા કરવામાં આવેલ હતું.