મોરબી : મોરબીના મહિલા પ્રોફેસરે મેથેમેટિક્સમાં ન્યુ ગ્રાફ ફેમેલીસ સેટીસફાઇંગ ધ કન્ડીશન્સ ઓફ સરટેન ગ્રાફ લેબલીંગ ટેક્નિકસ વિષય ઉપર પીએચડીની ડીગ્રી હાંસલ કરીને પરિવારનું તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તેઓ પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. મૂળ જગન્નાથપુરીના વતની અને છેલ્લા 40 વર્ષથી મોરબી સ્થાયી થયેલા તેમજ એલ.ઇ.કોલેજના નિવૃત ઈન્સ્ટ્રક્ટર ભબેન્દ્રકુમાર ડેના પુત્રવધુ જસ્મિન પ્રિયદર્શનીબેને મેથેમેટિક્સમાં ન્યુ ગ્રાફ ફેમેલીસ સેટીસફાઇંગ ધ કન્ડીશન્સ ઓફ સરટેન ગ્રાફ લેબલીંગ ટેક્નિકસ વિષય ઉપર આર.કે.યુની રાજકોટના પ્રો.ડો.ગૌરાંગ વી.ઘોડાસરાના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ તૈયાર કરીને યુની.માં રજૂ કર્યો હતો. જે યુની.એ માન્ય રાખીને તેમને પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે.તેમણે એમ.એસ.સી.માં મેથેમેટિક્સમાં વર્ષ 2010માં રાજ્યપાલને હસ્તે સવર્ણ પદક મેળવ્યો હતો.ત્યારે તેમણે પી.એચ.ડી.ની પદવી મેળવીને ડે તથા જેના પરિવારનું ગૌરવ વધાર્યું છે.