માતૃભારતી દ્વારા નવા પ્રખ્યાત પુસ્તકો અર્પણ કરાશે મોરબી : મોરબીમાં પુસ્તક પરબ દ્વારા આવતીકાલે રવિવારના રોજ તમે જ તમારૂ અજવાળુ પુસ્તકના પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે માતૃભારતી દ્વારા પુસ્તક પરબને નવા ખ્યાતનામ પુસ્તકો પણ અર્પણ કરવામાં આવનાર છે. મોરબી પુસ્તક પરબ દ્વારા કાલે રવિવારના રોજ સવારે ૯ થી ૧૧:૩૦ કલાકે સરદારબાગ, શનાળા રોડ ખાતે લેખક સુધા મૂર્તિએ લખેલા તમે જ તમારૂ અજવાળું પુસ્તકના પરિચય કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં વક્તા તરીકે પ્રો. જસમીન અંદાણી ઉપસ્થિત રહીને પુસ્તકનો પરિચય આપશે. ગુજરાતી સાહિત્યના ૩ હજાર ઉત્કૃષ્ટ પુસ્તકોનો ખજાનો ધરાવતા પુસ્તક પરબને આ તકે માતૃભારતી દ્વારા અવનવા ખ્યાતનામ પુસ્તકો પણ અર્પણ કરવામાં આવનાર છે. આ પુસ્તકો વિનામૂલ્યે વાંચવા અર્થે લઈ જઈ શકાય છે.