બાઇક રેલીમાં ભાજપના હોદેદારો સહિત માટી સંખ્યામાં કાર્યકરો જોડાયા : એક રેલી મોરબી શહેરમાં અને બીજી રેલી ગ્રામ્ય વિસ્તારોમાં તથા ત્રીજી રેલી ટંકારા પડધરી વિસ્તારમાં ફરશે મોરબી : મોરબીમાં ભાજપ દ્રારા આજે સવારે ત્રણ વિજય સંકલ્પ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.જેમાં એક મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં અને ત્રીજી ટંકારા પડધરી વિસ્તારમાં ફરશે આ બાઇક રેલીમાં ભાજપના હોદેદારો. મહિલા અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે ભાજપે આ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે .જેના ભાગરૂપે મોરબીમાં ભાજપે આજે વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કર્યુ છે.મોરબીના સામાકાંઠાના ઉમા ટાઉનશીપ ખાતેથી ભાજપના વિજયના સંકલ્પ સાથે આજે જિલ્લા ભાજપની યુવા પાંખ દ્રારા વિજય સંકલ્પ રેલી કાઢવામાં આવી હતી.આ બાઇક રેલીમાં ભાજપના દિગજ્જ નેતા તથા હોદેદારો અને મહિલા અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ વિજય સંકલ્પ બાઇક રેલીનું ઠેરઠેર અભિવાદન કરવામાં આવ્યું હતું.જોક ભારતીય વાયુસેનાના વિગ કમાન્ડર અભિનંદનને પાક.એ મુક્ત કરતા તેનું અભિવાદન કરવા બાઇક રેલીમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.ભાજપની સામાકાંઠેથી નીકળીને શહેરભરના મુખ્યમાર્ગો પર ફરીને ભાજપના કાર્યાલયે સમાપન થશે.જ્યારે બીજી રેલી મહેન્દ્રનગરના રામધન આશ્રમ ખાતેથી નીકળી હતી.આ બાઇક રેલી જેતપર,ગાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે.જ્યારે ભાજપની ત્રીજી બાઇક રેલી ટંકારા પડધરી વિસ્તારમાં ફરશે મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en