માસૂમ બાળકીના શરીર પર ઇજાના નિશાન મળ્યા : મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો મોરબી : મોરબીની વૃંદાવન પાર્ક સોસાયટીમા ત્રણ વર્ષની બાળકી રમતા રમતા સોફા ઉપરથી પડી જતા તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યું છે. જો કે બાળકીના શરીર પર ઇજાના નિશાન મળતા હત્યાની આશંકા સેવાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા ધવલભાઈ ત્રિવેદીની ત્રણ વર્ષની પુત્રી યશવી આજે સોફા પર રમી રહી હતી. ત્યારે સોફા પરથી નીચે પડી જતા તેનું મોત નીપજ્યું હતું. બાળકીના મોત મામલે પોલીસને જાણ થતા પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડયો છે. જો કે બાળકીમાં શરીર પર ઇજાના નિશાન જોવા મળતા હાલ બાળકીની હત્યા થઈ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. ત્યારે આ મામલે પોલીસે કહ્યું હતું કે બનાવ અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાય તેમ છે. મળતી માહિતી પ્રમાણે યશવીના પિતા તેની માતાથી અલગ રહે છે અને માતાએ હાઈકોર્ટમાં બાળકીનો કબજો મેળવવા અરજી પણ કરી છે.જેની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેવામાં અચાનક માસૂમ બાળકીનું સોફા પરથી પડી જતા મોત નીપજ્યું હોવાનો બનાવ બનતા હત્યાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આ મામલે નોંધ કરીને તપાસ પણ આદરી છે મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en