મોરબી : મોરબીમાં આગામી તા. ૩ને રવિવારે બ્રહ્મસમાજના સમૂહલગ્ન અને યજ્ઞોપવિત સમારોહ યોજાશે. સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા આ સમૂહલગ્ન અને યજ્ઞોપવિત સમારોહની તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી તા.3 માર્ચને રવિવારે રત્નકલા એક્સપોર્ટ ગ્રાઉન્ડ, સમય ગેટની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે બ્રહ્મસમાજના સમૂહલગ્ન અને યજ્ઞોપવિત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બ્રહ્મસમાજના બે યુગલો લગ્નગ્રંથિથી જોડાશે તેમજ 13 બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે.આ તકે શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ માંગલિક વિધિ કરશે.આ કાર્યક્રમોને સફળ બનાવવા પ્રમુખ રાજુભાઇ ત્રિવેદી મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર સહિત સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબીની ટિમ ભારે જહેમત ઉઠાવી રહી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en