ભારતીય વાયુસેનાના જાંબાઝ વિંગ કમાન્ડરની મુક્ત કરવાની જાહેરાતથી મોરબીમાં ખુશીનો માહોલ મોરબી : ભારતીય વાયુસેનાના પાઇલટ અભિનંદનને પાકિસ્તાને કેદ કરી લીધા બાદ આજરોજ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જાહેરાત કરી છે કે આવતીકાલે વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવામાં આવશે. ભારતીય વાયુસેનાના વીર જવાન અભિનંદનને મુક્ત થવાના સમાચાર મળતા મોરબીમાં ખુશીનો માહોલ છવાયો છે. ભારતીય સીમામાં ઘુસી આવેલા પાકિસ્તાની વિમાનોનો પીછો કરી ઉભીપુછડીયે ભગાડી દેનાર બહાદુર પાઇલટ અભિનંદન વર્ધમાનની પાક આર્મીએ ધરપકડ કરી લીધી છે ત્યારે ભારતની પડખે અમેરિકા સહિતના રાષ્ટ્ર ટેકામા આવતા પાકિસ્તાન બરાબર પ્રેસરમાં આવ્યું છે અને પાક વડાપ્રધાન ઇમરાનખાને પાકિસ્તાન સંસદમાં કહ્યું,કે ‘આવતીકાલે ભારતીય પાઇલટ અભિનંદન વર્થમાનને છોડવામાં આવશે. ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનને આવતીકાલે મુક્ત કરવાના સમાચાર મળતા મોરબીમાં ખુશીનો માહોલ છવાયો છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en