વાંકાનેર :વાંકાનેરના નેશનલ હાઇવે લાલપર નજીક થોડા દિવસો પહેલા બાઇક આડે કૂતરું ઉતરતા બાઇકસવાર આધેડને ગંભીર ઇજા થઇ હતી અને તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર પોલીસમાંથી મળતી વિગતો અનુસાર વાંકાનેરમાં રહેતા ચંદુભાઈ બેચરભાઈ થોરિયા ઉ.વ.52 નામના આંધ્રડ ગતતા.22ના રોજ પોતાના બાઇક પર કોઈ કામસર વાંકાંનેર નેશનલ હાઇવે પર લાલપર ગામ નજીક પસાર થઈ રહ્યા હતા.તે સમયે બાઇક આડે કૂતરું ઉતરતા બાઇક સ્લીપ થવાથી તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમનું ગઈકાલે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en