વાંકાનેર : વાંકાનેર મુસ્લિમ સમાજના આગેવાનોએ વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને અમરેલી જિલ્લાના શેમરડી ગામે ગત તારીખ 16 ના રોજ મુસ્લિમ સમાજ પર પોલીસે ગુજારેલા અત્યાચાર સામે ન્યાયની માંગ કરી છે. અમરેલી જિલ્લાના શેમરડી ગામે ગત તારીખ 16 ના રોજ મુસ્લિમ સમાજ પર પોલીસે અત્યાચાર ગુજારી તેમની ઘરવખરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે સાથોસાથ જે લોકો આ ગામમાં હાજર જ નહોતા અને અન્ય ગામમાં લગ્ન પ્રસંગમાં હાજર હોય તેવા લોકો સામે પણ ખોટો ગુનો નોંધીને ખોટી સંડોવણી કરી છે. મુસ્લિમ સમાજના લોકોને જે આર્થિક નુકસાન થયું છે તેમનું વળતર આપવા તેમજ પોલીસના અત્યાચારથી ડરીને હિજરત કરી ગયેલા લોકોને પાછા લાવી અને આ લોકોને કાયદાકીય રક્ષણ આપવાની વાંકાનેર મુસ્લિમ સમાજે માંગ કરી છે. આ પ્રકરણમાં જે ખરેખર ગુનેગાર છે તેમની સામે પગલા લેવા જોઈએ પરંતુ ગરીબ અને નિર્દોષ મુસ્લિમ સમાજના લોકો પર હુમલો કરનાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓ, પીજીવીસીએલ અને ફોરેસ્ટના કર્મચારીઓ તથા જે અમાનુષી અત્યાચાર ગુજારનાર છે તેમની સામે કાયદેસરના પગલાં ભરી કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજને પુનઃવસવાટ કરાવવાની તેમજ આ બનાવમાં મુસ્લિમ સમાજના લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને નુકશાન કે નષ્ટ થયેલ હોય તેમનું જીવન પુન: ધબકતું કરવા માટે વળતર આપવાની માંગ કરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en