એસઆરપીની એક પ્લાટુન તૈનાત કરાઈ : દરિયાઈ પેટ્રોલિંગ પણ વધારાયુ મોરબી : પાકિસ્તાન સાથે તંગદિલી વધતા મોરબીના નવલખી બંદરે સુરક્ષા વધારી દેવામાં આવી છે. એસઆરપીની એક પ્લાટુન તૈનાત કરીને દરિયામાં સઘન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાએ પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીને આતંકીનોનો ખાત્મો બોલાવ્યો છે. ત્યારે પાકિસ્તાને પોતાનું લડાકુ વિમાન ભારતીય સરહદમાં ઘુસાડયું હતું. જો કે આ વિમાનને એર ફોર્સે તોડી પાડ્યું છે. પાકિસ્તાન ફરી આ પ્રકારે ભારતીય સરહદમાં પ્રવેશીને હુમલો કરવાની ફિરાકમાં હોવાથી સમગ્ર દેશમાં સરહદી વિસ્તારો તેમજ દરિયાઈ સરહદો પર સઘન સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેના પગલે મોરબીના નવલખી બંદરે પર સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. નવલખી બંદરે એસઆરપીની એક પ્લાટુન તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે રૂટિન સિક્યુરિટી પણ ચુસ્ત રીતે ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત દરિયાઈ પેટ્રોલિંગ પણ સઘન બનાવી દેવામાં આવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en