ક્લબના ગવર્નર ચંદ્રકાન્ત દફતરીનું મુખ્યમંત્રીને લેખિત આશ્વાસન સમગ્ર રાષ્ટ્ર જયારે ચિંતિત સમયમાંથી પસાર થઇ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના લાયન્સ, લાયનેસ અને લીયો ક્લબના 3000થી વધુ પરિવારજનો વતી લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ચંદ્રકાન્ત દફતરીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં જણાવ્યું હતું કે દેશની સુરક્ષાના પ્રશ્ને તેઓ સરકાર સાથે ખભે ખભા મિલાવીને સરકાર કહે તે પ્રમાણે કાર્ય કરવા વચનબદ્ધ છે, લાયન્સ ઇન્ટરનેશ્નલના ધ્યેય મુજબ 'રાષ્ટ્ર પ્રથમ' અંતર્ગત સરકાર દ્વારા સોંપાયેલ કોઈપણ કાર્ય લાયન્સ પરિવારના સભ્યો તન, મન અને ધનથી પૂરું કરશે મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en