વાંકાનેર : વાંકાનેર નજીક કારે હડફેટે લેતા બાઇકસવાર બે યુવકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફરિયાદ નોંધાતા વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર નજીક લીંબાળાધાર પાસે પુરઝડપે જતી જીજે ૦૩ ઇઆર ૮૧૧૩ નંબરની સ્કોડાકારે જીજે ૦૩ સીબી ૫૮૨૭ નંબરના બાઇકને હડફેટે લેતા બાઇક સવાર કિશોરભાઇ મનજીભાઈ મેર અને પ્રવીણભાઈ જેસાભાઈ મેરને ઇજાઓ પહોંચી હતી. આ મામલે કિશોરભાઇએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્કોડા કારના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en