મોરબી : મોરબીમાં આજે મંગળવારે બપોરે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં ભારે પવનની સાથે કમોસમી વરસાદના છાંટા શરુ થયા હતા. મોરબી તથા આજુબાજુના વિસ્તારમાં મંગળવારે બપોરે 1 વાગ્યા બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને તડકા માંથી વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું હતું. તેમેજ ભારે પવનની આંધી સાથે કમોસમી વરસાદના છાંટા શરુ થઇ ગયા હતા. વાતાવરણના અચાનક પલટાથી ભારે આશ્ચર્ય સર્જાયું હતું. આ વાતાવરણ પલટાથી ખેડૂતો અને ઉધોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.