ફટાકડા ફોડી તેમજ લોકોના મો મીઠા કરાવીને ઉજવણી કરાઈ મોરબી : મોરબીના એલજી શોપ વિયાન્સ કોર્પોરેશન દ્વારા સર્જિકલ એર સ્ટ્રાઈકના વધામણા કરવામાં આવ્યા હતા. જેમા ફટાકડા ફોડી તેમજ લોકોના મો મીઠા કરાવીને વાયુસેનાએ આતંકીઓ સામે લીધેલા બદલાની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ આજે વહેલી સવારે પાકિસ્તાનના કબ્જામાં રહેલા પીઓકેમાં પ્રવેશીને આતંકીઓના અડ્ડા પર હવાઈ હુમલો કરીને ૨૦૦ થી ૩૦૦ જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. ત્યારે પુલવામાં ખાતેના હુમલા બાદ બદલા સ્વરૂપે હાથ ધરવામાં આવેલ વાયુસેનાની આ કામગીરીને ઠેર ઠેર વધાવવામાં આવી રહી છે. આ જ રીતે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ એલજી શોપ વિયાન્સ કોર્પોરેશન દ્વારા પણ વાયુસેનાની સર્જીકલ એર સ્ટ્રાઈકને વધાવવામાં આવી હતી. એલજી શોપ વિયાન્સ કોર્પોરેશનના સન્નીભાઈ ગઢીયા તેમજ સ્ટાફ મિત્રો દ્વારા આજે ફટાકડા ફોડી તેમજ ચોકલેટનું વિતરણ કરીને તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. સાથે ભારત માતાની જય બોલાવીને નારેબાજી પણ કરવામાં આવી હતી. આમ એલજી શોપ વિયાન્સ કોર્પોરેશન દ્વારા સર્જીકલ એર સ્ટ્રાઈક બદલ ઉજવણી કરવામાં આવી હતી.