સનદોનો પચાસ વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાયો મોરબી: તાલુકાના રાજપર ગામે તારીખ 25ને સોમવારે સાંજે 6:00 કલાકે ખોડિયાર પાર્ટી પ્લોટ, રાજપર ખાતે નવાગામતળના પ્લોટોની બાકી સનંદોનો પચાસ વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલવા માટેના પ્રયત્ન સ્વરૂપે સનદ વિતરણ કાર્યક્રમ સાંસદ મોહનભાઇ કુંડારીયા અને મોરબીના કલેકટર આર. જે. માકડીયાના પ્રયત્નો દ્વારા યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોકોને સનદનું વિતરણ કરવામાં આવ્યું, એસ. પી. કરનરાજ વાઘેલા, કલેકટર આર. જે. માકડીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમન હાથે સનદોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ પૂર્ણ થતા બધાએ સાથે મળીને ભોજન પણ લીધું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કરમશીભાઈ માવણીયા, વિજયભાઈ કાટોડિયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en