મોરબી : કચ્છમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ મોરબી જિલ્લામા પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે નવલખી બંદરે કમોસમીવરસાદ પડ્યો હતો. આ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. મોરબી અને માળિયા પંથકમાં આજે સવારે મોસમે પલટવાર કર્યો હતો.વાતાવરણમાં પલટો આવતા મોરબી- માળીયા વિસ્તારોમાં કમોસમી છાંટા પડયાં હતા.જોકે મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદર આસપાસ ધોધમાર વરસાદ પડ્યો હતો. અચાનક કમોસમી વરસાદને પગલે નવલખી બંદરે મુકવામાં આવેલ કોલસા સહિતનો માલ પલળી ગયો હતો. આ ઉપરાંત ટંકારામા પણ વાતાવરણમા પલ્ટી ગયું હતું. સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en