મોરબી: આજરોજ તારીખ 26ને મંગળવારે લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં મોરબી જિલ્લાની 3 વિધાનસભા મતવિસ્તારમાં સૌરાષ્ટ્રના પ્રભારી સાથે સ્થાનિક પ્રશ્નો માટે મોરબી જિલ્લાની મોરબી, ટંકારા, પડધરી અને વાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્ર યુવા કોંગ્રેસના પ્રભારી દીપકભાઈ મેવાડા(રાજસ્થાન), મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન હુસેનભાઇ કડીવાર, વાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વાંકાનેર યાર્ડના સદસ્ય શકીલભાઇ પીરઝાદા, ટંકારા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોકભાઈ સંઘાણી, ટંકારા યુવા કોંગ્રેસના પ્રમુખ પરેશભાઈ પટેલ, વાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ આબિદભાઈ ગઢવારા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en