ભગવાનને વિવિધ પ્રકારના અન્નકૂટ ધરી ગરીબોને વહેંચી દેવાયા : વિવિધ રાત્રીકથામાં માનવ જીવનના સાચા મર્મનું જ્ઞાન અપાયું મોરબી : મોરબીના સ્વામિનારાયણ મંદિરનો 12મો વાર્ષિક પાટોત્સવ ધર્મોલ્લાસભેર સંપન્ન થયો હતો.જેમાં દરોજજ ભગવાનને વિવિધ પ્રકારના અન્નકૂટ ધરીને ગરીબોને વહેંચી દેવામાં આવ્યા હતા.જ્યારે વિવિધ રાત્રીકથામાં માનવ જીવનના સાચા મર્મનું જ્ઞાન અપાયું હતું. મૂળી પ્રદેશ અમદાવાદ શ્રી નરનારાયણદેવ તાંબાના શીખરબદ્ધ મોરબીના શનાળા રોડ પર સરદારબાગ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર દ્વારા 20 થી 24 ફ્રેબ્રુઆરી સુધી આ સ્વામિનારાયણ મંદિરનો 12મો વાર્ષિક પાટોત્સવ નિમિતે આધુનિક સમયે માનવજીવનનો આદર્શ સમજાવતી ભગવાન શ્રી રામ-શ્યામ- મહાબઘનશ્યામ મહાપ્રભુ દિવ્યગાથા રાત્રિય કથામૃતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભગવાનની વિવિધ દિવ્યગાથાની કથા યોજાઈ હતી.જેમાં સ્વામિનારાયણના વિદ્વાન કથાકરોએ દિવ્ય અમૃતવાની વહાવીને તનની નહિ મનનની શુદ્ધિ પર ભાર મૂકી કથાના માધ્યમથી આજની આધુનિક દોડદામભરી જીવનશૈલીમાં માનસિક સ્વસ્થતા કેવી રીતે મેળવી શકાય તે અંગેનું ભાવિકોને જ્ઞાન આપ્યું હતું.જ્યારે ભગવાનને અર્પણ કરાયેલા 100 કિલો ડાઈફૂટ, 150 કિલો ફૂટ તથા 250 કિલો અન્નકૂટને સિવિલ હોસ્પિટલના દર્દીઓ,ઝૂંપટપટ્ટીના ગરીબો અને વૃદ્ધાશ્રમના વડીલો અને વિકાસ વિદ્યાલયના બાળકોને પ્રસાદરૂપે વહેંચી દેવામાં આવ્યો હતો.જુદા જુદા દાતાઓના સહયોગથી આ કાર્યકમો યોજાયા હતા.આ વાર્ષિક પાટોત્સવને સફળ બનાવવા ભકિતનંદન સ્વામીના નેજા હેઠળ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en