દશનામ ગોસ્વામી સમજ દ્વારા શહીદોના પરિવારોને મદદરૂપ થવા સરાહનીય પ્રયાસ મોરબી : મોરબીમાંદશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્નમાં પાંચ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.જ્યારે દશનામ ગોસ્વામી સમાજે સદાયથી ભોજન લઈને વધેલા ખર્ચ રૂ.25 હજારની શહીદોને અર્પણ કર્યા હતા.આ ઉપરાંત જ્ઞાતિજનોએ પુલવાના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલી આપી હતી. મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા તાજેતરમાં મહેન્દ્રનગર પાસેના રામધન આશ્રમ ખાતે દશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દશનામ ગોસ્વામી સમાજના પાંચ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.આતકે સમાજના મહાનુભવો અને જ્ઞાતિજનોએ બે મિનિટ મોંન પાળીને પુલવાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.તેમજ જ્ઞાતિજનોએ સદાયથી ભોજન લઈને બચેલા ખર્ચ રૂ.25 હજાર શહીદોના પરિવારોને અર્પણ કર્યા હતા,આ પ્રસંગે પ્રવિણભારથી ચંદ્રકાન્ત ભારથી ગોસ્વામી સહિતના સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો સંતો મહતોએ સમાજના કુરિવાજોથી દૂર રહી શિક્ષણ ક્ષેત્રે આગળ આવવાની હાકલ કરી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en