સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વોની રંજાડ મોરબી સિવીલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં બાળ ઓપીડી પાસે આવેલ મમતા ઘર ના ગત રાત્રીના તાળા માર્યા હોય પરંતુ અસામાજિક તત્વોએ નકુચાના સ્કુક કાઢી મમતા ધર ખોલી નાખ્યો હોવાની ઘટના બહાર આવતા દર્દીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવેલ આ મમતા ધર નો ઉપયોગ પ્રસુતિ દરમિયાન એડમીટ થતી પ્રસુતાઓને દાખલ કરવા માંટે થાય છે. પરંતુ રવિવાર હોવાથી વધારે પ્રસુતા ન હોવાથી આ મમતા ધરમાં તાળુ મારવામાં આવેલ હતુ. પરંતુ અસામાજીક તત્વો એ કદાચ કોઈ અસામાજીક પ્રવૃત્તિ કરવાના ઇરાદે આ મમતા ધરના ગત રાત્રીના તાળાના નકુચાના સ્કુક કાઢી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. અસામાજિક તત્વોની આ હરક્તથી દર્દીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.ત્યારે લાખો રૂપિયાના ખર્ચે નાખેલા સીસીટીવી કેમેરા શોભા પુરતા જ હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે સિવીલ હોસ્પિટલ તંત્રએ હજુ સુધી કોઈ ફરિયાદ નોધાવી ન હોવાનું જાણવા મળે છે.અત્રે ઉલ્લેખનીય છે કે. છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલમાં અસામાજીક તત્વોનો અડીગો છે.અને અવાર નવાર અસામાજિક તત્વો લખાણ ઝલકાવે છે.તેથી હોસ્પિટલ તંત્ર અને પોલીસ તંત્ર આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી દર્દીઓએ માંગ કરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en