રુતંભ થિયેટર દ્વારા સમાજના જનજગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ મોરબી : મોરબી માં રુતંભ થિએટર દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ' બેટી બચાવો ,બેટી પઢાવો' કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ માટે નાટકો ભજવવામાં આવ્યા હતા. આ સંસ્થાએ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નાટકો યોજી બેટી બચાવો બેટી પઢાઓની જનજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો . મોરબીમાં રુતંભ થિએટર 2005 થી કલા ક્ષેત્ર માં કાર્યરત છે અને ભારતભરમાં સમાજને સ્પર્શતા વિવિધ મુદા પર નાટકો યોજીને જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે.ત્યારે આ સંસ્થા દ્વારા હાલ આખા ભારતમાં બેટી બચાઓ,બેટી પઢાઓ અભિયાન ચાલી રહ્યું છે.જે અંતર્ગત ગુજરાતભરમાં પણ તમામ જિલ્લાઓમા બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત અલગ અલગ શહેરો માં તેમજ ખાસ કરીને ગામડાઓમાં આ સંસ્થાના ટીમ લીડર ધરતી વાઘેલા તેમજ સંસ્થાની આખી ટીમ બેટી બચાઓના આ સંદેશ ને ખુબજ સુંદર રીતે એને નાટકમાં વણી લઈને પ્રેક્ષકો સમક્ષ એમના ખુબજ શાનદાર અભિનય સાથે રજુ કરે છે જેમાં ગામડાઓમાં જાગૃતિ આવે માટે આવા જન જાગૃતિ અભિયાનો થવા જોઈયે.કારણ કે શેરી નાટક નો કાર્યક્રમ ગ્રામ જનો ના માનસ પટ પર અમીટ છાપ છોડી જાય છે એવું ગ્રામ જનો નું પણ કહેવું છે.આ બેટી બચાઓ અભિયાન તારીખ 18 થી 24 ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરવામાં આવેલું હતું જેમાં જુદા જુદા નાટકો ભજવવામાં આવ્યા હતા જે મોરબીના મોરબી,વાંકાનેર, ને ટંકારા તાલુકાના અલગ અલગ ગામોમાં ધરતીબેન મકવાણની આગેવાનીમાં આ નાટકો યોજીને બહોળા જનસમુદાયને બેટી બચાવો બેટી પઢાવો સંદેશ અપાયો હતો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en