મોરબી : નિયામકશ્રી,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૨૮/૦૨/૨૦૧૯ ના રોજ સવારના ૧૧.૦૦ કલાકે આઈ.ટી.આઈ.મહેન્દ્રનગર.હળવદ રોડ, જિ-મોરબી ખાતે ઓધોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોરબી જિલ્લાઓના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે,જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક,નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/ આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે.તેમ રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en