સર્વરોગ નિદામ કેમ્પનો ૩૦૦ દર્દીઓએ લાભ લીધો હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામે ગ્લોબલ લોંગ લાઈફ હોÂસ્પટલ અમદાવાદના સૌજન્ય તેમજ સ્વ. એમ.કરશનભા હેમુભા ખેરની પુણ્યતિથિ નિમિતે સર્વ રોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રપ૦થી ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. હળવદ તાલુકાના મેરૂપર ગામે યોજાયેલ આ નિદાન કેમ્પમાં હૃદયરોગ, ડાયાબિટીસ તથા હાડકાના અને અન્ય રોગોની તપાસ કરવામાં આવી હતી. ગામમાંથી તથા વાડી વિસ્તારના કુલ રપ૦થી ૩૦૦ જેટલા દર્દીઓએ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ગ્લોબલ હોસ્પિટલ અમદાવાદના ડો.રાહુલ જાષી, ડો.કો. ઓર્ડિનેટર અમિતભાઈ વાણીયા, શિલ્પાબેન તથા કેમ્પ ઓર્ગેનાઈઝર પઠાણભાઈ દ્વારા નિદાન કરી નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરાયું હતું. તો સાથે જ કેમ્પમાં ૧૭૦ દર્દીઓનું ઈસીજી કરી હૃદયરોગની ખાસ તપાસ કરાઈ હતી. આ કેમ્પને સફળ બનાવવા ગામના સરપંચ અંકીતાબેન અનિરૂધ્ધસિંહ ખેર, મહિપતસિંહ ખેર, ભરતભાઈ ખેર તથા ગ્રામ લોકોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કેમ્પના પ્રચાર અને પ્રસાર માટે મેરૂપર શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહેભર મહેનત આદરી હતી. સમગ્ર કેમ્પમાં ટેબલ, ખુરશી તેમજ પાણી તથા પ્રાથમિક સુવિધાઓ જેવી ઉત્તમ સુવિધા પે.સે.શાળાના આચાર્ય ધનજીભાઈ ચાવડાએ પુરી પાડેલ. આ કેમ્પમાં વિવિધ રોગોની સ્થળ પર તપાસ કરાઈ હતી અને નિઃશુલ્ક દવા મળતા ગામના તમામ દર્દીઓ દ્વારા ગ્લોબલ હોસ્પિટલ અમદાવાદનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.