મોરબી : શૈક્ષણિક કારકિર્દી માટે મહત્વની ધો.10-12 બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે.ત્યારે બોર્ડના પરિક્ષાર્થીઓએ આયોજનબુદ્ધ કરેલી મહેનત સાર્થક થાય અને તેમની માનસિક દઢતા કેળવાય તેવા ઉદેશ્ય સાથે મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં આજે શાસ્ત્રોક્ત મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આધ્યાત્મિક ભાવ દ્રારા માનસિક દઢતા માટેની આ સંકલ્પપૂર્તિ મહાપૂજામાં વિધાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ જોડાયા હતા,ધો.10-12ના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના વિધાર્થીઓ અને તેમના વાલીઓએ વર્ષભર આયોજનબદ્ધ કરેલી મહેનત સાર્થક નીવડે તે માટે ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી હતી.આ તકે સંસ્થાના સંચાલક સાધુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પ્રેરક ઉદબોધન કર્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en