શહીદોના પરિવારોને મદદરુપ થવા ખાનગી શાળાઓએ અનુદાનની સરવાણી વહાવી ટંકારા : જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.દેશવાસીઓ આંતકી હુમલાનો ઉગ્ર વિરોધ સાથે ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલી આપીને શહીદોના પરિવારોને મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે ટંકારની ખાનગી શાળાઓએ શહીદોના પરિવારોને મદદરૂપ થવા અનુદાનની સરવાણી વહાવી હતી.આથી ટંકારના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શહીદો માટે રૂ.12 લાખનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે. જમ્મુ કસમીરમાં સી.આર.પી.એફ.ના જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશ હતપ્રભ થઈ ગયો છે અને ઠેરઠેર આંતકી હુમલા સામે ભારે વિરોધ પ્રદર્શન સાથે શહીદોની રાષ્ટ્ભક્તિને કોટિકોટી પ્રણામ કરીને સન્માન સાથે શહીદોના પરિવાર માટે ફાળો એકઠો કરવામાં આવી રહ્યો છે.ત્યારે ટંકારમાં ખાનગી શાળાઓ પણ શહીદોની વહારે આવી હતી.બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરતી ખાનગી શાળાઓએ દેશભક્તિમાં પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી શહીદોના પરિવારોને મદદરૂપ થવા ઉદારહાથે ફાળો નોંધાવ્યો હતો. આથી ટંકારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રૂ.12 લખની માતબર રકમનો ફાળો એકત્ર થયો હતો.શહીદોના પરિવારોને અનુદાન આપી ઉમદા દેશભકિત દર્શાવા બદલ ટંકારાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શાળા સંચાલકોનો આભાર માન્યો છે. શહીદોના પરિવારો માટે અનુદાન આપનાર શાળાની યાદી નીચે મુજબ છે 1.ઓમ વિદ્યાલય 75000 2.નવજ્યોય વિદ્યાલય 38000 3.સરદાર પટેલ વિદ્યાલય 28400 4.ન્યુ વિઝન સ્કૂલ 70000 5.લાઇફ લિંક્સ વિદ્યાલય11000 6.આર્ય વિદ્યાલયમ 85000 7.જ્ઞાનદીપ વિદ્યાલય 25000 8.જ્ઞાનજ્યોત વિદ્યાલય 21000 9.નવયુગ વિદ્યાલય 351000 10.નાલંદા વિદ્યાલય 250000 11.એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ 212121 12.અમૃતમ વિદ્યાલય 7700 13.ધ પ્રીમિયર સ્કૂલ 15000 14.આદર્શ વિદ્યાલય 2100 મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en