સર્વે જ્ઞાતિ માનવ સેવા ટ્રસ્ટ અને ધૂળકોટ ગામે શહીદોને શ્રદ્ધાંજલી આપી ફાળો એકત્ર કરાયો મોરબી :જમ્મુ કાશ્મીરમાં સી.આર પી.એફ.જવાનો પર થયેલા આંતકી હુમલાના પગલે આંતકવાદને દૂધ પાઈને સાપની જેમ ઉછેરતા પાકિસ્તાન સામે સમગ્ર દેશમાંથી નફરતની આંધી ઉઠી છે અને ઠેરઠેર પાક.સામે ઉર્ગ વિરોધ પ્રદર્શન કરીને શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.ત્યારે મોરબીના ધૂળકોટ ગામે શહીદોને શ્રદ્ધાંજલી આપીને શહીદ પરિવારો માટે ફાળો એકત્ર કરાયો હતો.તેમજ સર્વે જ્ઞાતિ માનવ સેવા સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ હતી. મોરબીમાં સર્વે જ્ઞાતિ માનવ સેવા સમાજ દ્વારા તાજેતરમાં મોરબીના માર્કેટીંગ યાર્ડ ખાતે મીટીંગ યોજાઈ હતી.જેમાં જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં શહીદ થયેલા ભરતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.જ્યારે મોરબીના ધુળકોટ ગામ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો તે દરમિયાન શહીદો અમર રહો ભારત માતા કી જય પાકિસ્તાન મુરાદાબાદ ના નારા થી માહોલ ગુંજી ઉઠયું હતું સાથે શ્રી યુવક ગૌસેવા મંડળ-ધુળકોટ દ્વારા રૂ.૧૧૧૧૧ નુ અનુદાન અપાયું હતું .ગ્રામજનોએ શહીદોને શ્રદ્ધાંજલી આપી હવે ભારત સરકાર આંતકવાદને પોષતા પાકિસ્તાન સામે નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. મોરબીના બે યુવાનોએ શહીદોના પરિવારો માટે રૂ.8670નો ફાળો એકત્ર કર્યો મોરબી : જમ્મુ કારમીરમાં સી.આર. પી.એફના કાફલા પર થયેલા આંતકી હુમલાને પગલે સમગ્ર દેશમાંથી શહીદોના પરિવારો માટે સર્વેદનના પુર ઉમટ્યા છે. સમગ્ર દેશમાંથી લોકો પોતાની યથાશક્તિ મુજબ શહીદોના પરિવારો માટે આનુદાનની સરવાણી વહાવી રહ્યા છે.ત્યારે મોરબીના બે યુવાનો ચેતન સનારીયા અને અમિત સોનીએ શહીદીના પરિવારોને મદદરૂપ થવા લોકો પાસે મદદ માટે હાથ લાબાવ્યો હતો.બન્ને યુવાનોએ રહેણાક વિસ્તારો અને દુકાને દુકાને ફરી લોકો પાસેથી શહીદોના પરિવારો માટે રૂ.8670 નો ફાળો એકત્ર કર્યો હતો. આ રીતે ફાળો એકત્ર કરી બન્ને યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલી આપી ભારત સરકાર આંતકી પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દે તેવી માંગ કરી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en