મોરબી: લાયન્સ ક્લબ, મોરબી (મેઈન) અને લાયન્સ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત લાયન્સ ઈંગ્લીશ સ્કૂલના સુવર્ણજયંતિ મહોત્સવની તારીખ ૨૪ને રવિવારે મોરબીના ટાઉન હૉલ ખાતે સાંજે ૫:૦૦ વાગ્યે ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવનું ઉદ્ઘાટન લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફતરી કરશે તથા મુખ્ય મહેમાન તરીકે લાયન્સ ક્લબનાં અગ્રણીઓ દિવ્યેશભાઈ સાકરિયા, ધીરેનભાઈ મહેતા, હિતેશભાઈ ગણાત્રા વગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ એજ્યુકેશન સોસાયટીના રાજેશભાઇ દોશી, પ્રવીણભાઈ સેતા, છત્રસિંહ જાડેજા, ગોવિંદભાઇ ટાંક, હરિભાઈ પીઠવા, ચંદ્રવદનભાઈ પૂજારા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en