પુસ્તક પરબે 2 વર્ષની સફરમાં યુવાનોમાં વાંચનરસ કેળવવા અભૂતપૂર્વ જાગૃતિ લાવી સરદાર બાગમાં ખુલ્લા આકાશ નીચે બે વર્ષ પહેલાં 100 પુસ્તકો શરૂ થયેલા પુસ્તક પરબના અત્યારે 2500થી વધુ પુસ્તકોનો ખજાનો : 1 હજારથી વધુ વાચકોમાં 70 ટકા યુવાનો : 25મીએ પુસ્તક પરબના સફરની સાહિત્યક કાર્યકમો સાથે ઉજવણી કરાશે મોરબી : હાલના ડિજિટલ યુગમાં મોટાભાગના યુવાનો મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાથી યુવાનો પુસ્તક વચનથી વિમુખ થઈ જતા હોય છે.પરંતુ જો યુવાનોને મનગમતા પુસ્તકો વાંચવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળે તો યુવનોમાં પણ પુસ્તક વાંચનમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી શકે તેમ છે. આ બાબતને મોરબીની પુસ્તક પરબની ટીમે સાર્થક કરી બતાવી છે.બે વર્ષ પહેલાં સરદાર બાગમાં ખુલ્લા આકાશની નીચે 100 પુસ્તકોથી શરૂ થયેલા પુસ્તક પરબમાં 2500 થી વધુ પુસ્તકોનો ખજાનો છે અને 1 હજારથી વધુ વાચકોમાં 70 ટકા યુવાનો છે.ત્યારે યુવાનોમાં વાંચનરસ કેળવાય તે માટે અભૂતપૂર્વ જાગૃતિ લાવનાર પુસ્તક પરબના બે વર્ષની સફર નિમિતે આગામી 25મી સફરનામું હેઠળ સાહિત્યક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે પુસ્તકમાં માનવજીવનનો સારાંશ છુપાયેલો હોય છે. કોઈપણ સારા પુસ્તકનો માનવ જીવનના ઘડતરમાં મુખ્ય ફાળો હોય છે.એક રીતે કહીએ તો પુસ્તકો જીવનના સાચા પથદર્શક હોય છે આ બાબતનો ઇતિહાસમાં ઘણા પ્રેરક ઉદાહરણો છે.જોકે વર્તમાન આધુનિક જીવનશૈલીને કારણે ખાસ કરીને યુવાનો પુસ્તકથી દૂર થતાં જાય છે.ત્યારે મોરબીમાં પુસ્તક પરબની ટીમે યુવાવર્ગમાં વાંચનરસ જાગૃત કરવા યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને ઘણા યુવાનોને પુસ્તકનું વાંચન કરવા ધેલા કર્યા છે. મોરબીમાં પુસ્તક પરબની બે વર્ષની સફર પર એક ડોક્યુ કરીએ તો બે વર્ષ પહેલાં યુવાનો પુસ્તકો વાંચતા થાય તે માટે મોરબીના સરદાર બાગમાં ખુલ્લા આકાશ નીચે પુસ્તક પરબ શરૂ થયું હતું. માતૃભાષા અભિયાન હેઠળ શરૂ થયેલું આ પુસ્તક પરબમાં તે વખતે 100 પુસ્તકો હતા,આ પુસ્તક પરબની ટીમમાં 4 સભ્યો હતા, આ પુસ્તક પરબ દર મહિનાના પહેલા રવિવારે ભરાય છે. પુસ્તક પરબની મુલાકાતે આવતા યુવાનો શહિતનાને ધરે પુસ્તકો વાંચવા માટે આપવામાં આવે છે.એક ઉમદા ધ્યેય સાથે શરૂ થયેલા આ પુસ્તક પરબની યુવાનો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો અને ઘણા યુવાનો નિયમિત પુસ્તકો વાંચવા લઈ જઈને પછી પરત આપી જાય છે.આથી 100 પુસ્તકોથી શરૂ થયેલા આ પુસ્તક પરબમાં દાતાઓના સહયોગથી અત્યારે વિવિધ વિષયના રસપ્રદ 2500થી વધુ પુસ્તકો છે.તેમજ પુસ્તક પરબની ટીમમાં પણ હાલ 20 જેટલા યુવાનો સેવા આપી રહ્યા છે.જોકે પુસ્તકો વાંચવા આપવાની સાથે દરેક પુસ્તકોનો પરિચય પણ અપાઈ છે. આ પુસ્તક પરબે યુવાનોમાં પુસ્તકોનો વાંચન રસ કેળવાય તે માટે ભારે જાગૃતિ લાવી છે.જેમાં 1 હજારથી વધુ વાચકોમાં 70 ટકા યુવાનો છે. આ પુસ્તક પરબનું સંચાલન કોઈ એક વ્યક્તિથી નહિ પણ ટિમવર્કથી થાય છે.ત્યારે યુવાનો વાંચન રસ કેળવાય તે માટે જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા અદા કરનાર આ પુસ્તક પરબની સ્ફરને બે વર્ષ પુરા થઈ રહ્યા છે.તેથી આગામી 25ના રોજ મોરબીના રાઉન હોલ ખાતે રાત્રે 8-30 થી 11-30 સુધી સફરનામું હેઠળ પુસ્તક પરબની બે વર્ષની સફરની ઉજવણી કરવામાં આવશે. જેમાં કટાર લેખક આશુ પટેલનું વક્તવ્ય તેમજ કવિ જળરૂપના પ્રથમ કાવ્ય સંગ્રહ આઇ.લ.મી.નું વિમોચન તથા ધનયામ ડાંગર પુસ્તક પરબની સફર વિશે માહિતી આપશે તેમજ આ સાહિત્યક કાર્યક્રમોનું સંચાલન નીરવ માનસેતા કરશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પુસ્તક અને સાહિત્ય રસિકોને જાહેર આમંત્રણ અપાયું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en