મોરબી : મોરબીના સામાકાંઠે ટ્રકચાલકએ બાઇકને હડફેટે લેતા આ બાઈકસવાર યુવાનને ઇજા પહોંચી હતી.આ બનાવની મોરબી બી ડીવીજન પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સત્યમ સોસાયટીમાં રહેતો અક્ષય દેવજીભાઈ લગધીર ઉ.વ.નામનો યુવાન ગતતા.20ના રોજ કોઈ કામસર પોતાના બાઇક પર સામાકાંઠે આવેલા સનુરા સીરામીક કારખાના પાસેથી પસાર થઈ રહ્યો હતો.તે સમયે પુરપાટ ઝડપે આવતા આર જે.32 જી. બી.4061 નંબરના ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા આ યુવાનને ઇજા પહોંચી હતી.આથી આ બનાવ અંગે યુવાને બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en