મોરબી : મુંબઈના મીરારોડ પર રહેતો વિનય મહેન્દ્રભાઈ લાડ નામનો ૨૨ વરસનો ગુમશુદા યુવક મોરબી પાસેના માટેલ મંદિરે જોવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. આ યુવક કોઈ અગમ્ય કારણોસર ઘેરથી નીકળી જતા તેના પરિવારજનોએ શોધખોળ આદરી છે. ત્યારે આ યુવક માટેલ મંદિર ખાતે જોવા મળ્યો હોવાનું જાણવા મળતા તેમના પરિજનોએ માટેલ ખાતે તપાસ આદરી છે. ફોટામાં દર્શાતો આ યુવાન મોરબીના કોઈ સીરામીક યુનિટમાં કામે લાગી ગયો હોવાની એક શકયતા જોતા જો કોઈ પણ વ્યક્તિને આ યુવાન વિશે કોઈ પણ પ્રકારની જાણકારી હોય તો તેમના પિતા મહેન્દ્રભાઈના મો.નં. ૯૦૦૪૪ ૭૪૦૨૩ અથવા એમના પરિજન રાજેશભાઇના મો.નં. ૮૬૯૨૮ ૭૦૦૨૬ ઉપર માહિતી આપવા અપીલ કરાઈ છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en