મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ગતરાત્રે પખાલી શેરીના નાકા પાસે બી.એ.મામૂજીની દુકાન નજીક ચલણી નોટના આધારે નોટ નંબરીનો જુગાર રમતા હુસેનભાઈ અબ્દુલભાઇ અજમેરી અને ભાવેશભાઈ નટવરલાલ મહેતાને રૂ.490ની રોકડ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત મોરબી એ ડિવિઝન પોલીસે ગતરાત્રે બાતમીના આધારે મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને કબીર ટેકરી વિસ્તારની શેરી નંબર 2-3ની વચ્ચે વરલી ફિચરનો જુગાર રમતા આયુબભાઈ ગુલામભાઈ કાસમાણી અને હાજીભાઈ મુસાભાઈ ખુરેશી તેમજ હુશેનભાઈ હકાભાઈ સિપાઈને વરલી ફીચરના આંકડા લખેલું સાહિત્ય સહિત કુલ રૂ.16300ના મુદામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en