મોરબી : મોરબીના ઉંચીમાંડલ ગામ પાસે બાઇક સાથે આખલો અથડાતા યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના ઉંચીમાંડલ ગામ પાસેથી રમેશભાઈ ગોવિંદભાઈ નંદેસરીયા (ઉ.વ.૩૪) રહે.અમરેલી તા. મોરબીવાળા પોતાના બાઇક પર પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ અચાનક આખલો તેમના બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું. બનાવ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en