મિશન માર્ચ અંતર્ગત સાર્થક વિદ્યામંદિર ખાતે બોર્ડના વિદ્યાર્થીઓને મળશે માર્ગદર્શન મોરબી : ઠંડીની વિદાય સાથે આવનારી ગરમીની સીઝનમાં લેવાનાર બોર્ડની પરીક્ષાનો ગરમાવો વાર્તાવાનો શરૂ થઈ ગયો છે. આ વર્ષે ધોરણ ૧૦ તેમજ ૧૨ના બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ જીવનની આ મહત્વની પરીક્ષાઓની તૈયારીઓમાં લાગી ગયા છે. વર્ષભરની મહેનતનો નિચોડ પેપર દીઠ માત્ર ત્રણ કલાકમાં નિચોવવામાં ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ પણ નાસીપાસ થઈ જતા હોય છે. જેનું મુખ્ય કારણ પરીક્ષાનો હાઉ, પરીક્ષાની તૈયારી છેલ્લી ઘડીએ કઈ રીતે કરવી તેના માર્ગદર્શનનો અભાવ તેમજ ખાસ તો શું કરવું અને શું ન કરવું એની અસમંજસ વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ અપાવી શકતું નથી. આ પરિસ્થિતિમાંથી હેમખેમ કેમ પસાર થવું અને શ્રેષ્ટ પરિણામલક્ષી પરફોર્મન્સ કઈ રીતે આપવું તેના માર્ગદર્શન માટે મોરબીમાં સાર્થક વિદ્યામંદિર, કેસરબાગ પાસે, એલ.ઇ. કોલેજ રોડ ખાતે એક મોટીવેશનલ સ્પીચનું આયોજન કરવામાં આવ્યું છે. મિશન માર્ચ અંતર્ગત આ સેમિનારમાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના મનમાં ઘુમરાતાં તમામ પ્રશ્નોનું સમાધાન કરવામાં આવનાર છે. ખ્યાતનામ મોટીવેશનલ ગુરુ લલિતભાઈ ચંદે આ સેમિનારમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાલક્ષી ટિપ્સ આપનાર છે. આ મોટીવેશનલ સેમિનાર તા. ૨૪/૦૨/૨૦૧૯ને રવિવારે સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાનાર હોય, ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મો.નં. ૭૦૪૧૫ ૯૦૦૦૦ તથા ૭૦૪૧૭ ૯૦૦૦૦ ઉપર સંપર્ક સાધીને વધુ મેળવી શકે છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en